સેન્સર બોર્ડે 'શેહઝાદા'ને આપી લીલી ઝંડી, કાર્તિક આર્યન મોટા પડદાના વર્ચસ્વ માટે તૈયાર

  • vatannivat
  • 11-02-2023 12:04 PM

કાર્તિક આર્યન એક પછી એક સુપરહિટ ફિલ્મો આપવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગયા વર્ષે, અભિનેતાની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 રિલીઝ થઈ હતી, જેણે રેકોર્ડ બનાવ્યો હતો. કાર્તિકની તે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મની વાર્તા, ગીતો અને કાર્તિક-કિયારાની જોડી ચાહકોને ખુબજ પસંદ આવી હતી. આ વર્ષે કાર્તિક આર્યન તેની બીજી ફિલ્મ શહેજાદા સાથે તૈયાર છે.


ભૂલ ભુલૈયા 2 આપ્યા પછી, કાર્તિક આર્યને પણ 'ફ્રેડી' દ્વારા OTT પર ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેની ફિલ્મ વધુ ચાલી ન હતી. હવે તે ફરી એકવાર બોલિવૂડનો રાજકુમાર બનીને સિલ્વર સ્ક્રીન પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે. કાર્તિક આર્યનની શહેજાદા પહતે તો 10 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ પઠાણની સુનામીને ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ તેની રિલીઝની તારીખ પાછળ કરી હતી. હવે આ ફિલ્મ 17 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.


કાર્તિક આર્યન આ શુક્રવારે રાજકુમાર તરીકે મોટા પડદા પર ચમકવા માટે તૈયાર છે. સેન્સર બોર્ડે પણ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે. અહેવાલ છે,કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા શેહઝાદાને UA સર્ટિફિકેટ આપી દીધું છે. આ ફિલ્મ 145.27 મિનિટ એટલે કે 2 કલાક 25 મિનિટ 27 સેકન્ડના રન ટાઈમ સાથે પસાર કર્યું છે. તમને જણાવીએ તો કાર્તિક આર્યનની આ ફિલ્મ અલ્લુ અર્જુનની અલા વૈકુંઠપ્રેમુલુની હિન્દી રિમેક છે.


શેહઝાદાનું ટ્રેલર થોડા દિવસો જ પહેલા રિલીઝ થયું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. ટ્રેલર જોઈને એવું લાગી રહ્યું હતું કે કાર્તિક આર્યનનું એ જ જૂનું કોમેડી સ્વરૂપ પાછું આવવાનું છે અને તે કૃતિ સેનન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. કૃતિ અને કાર્તિક આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે, આ બંનેની જોડી ચાહકોને પણ ખુબ પસંદ આવે છે.