મહાશિવરાત્રી પર્વ નિમિતે CM યોગીએ ગોરખનાથ મંદિરમાં રુદ્રાભિષેક કર્યો

  • vatannivat
  • 18-02-2023 06:40 AM

- CM યોગીએ ભગવાન શિવને વિશ્વ કલ્યાણના અર્થે કરી પ્રાર્થના 

- મંદિરના 11 આચાર્યો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીએ કર્યો રુદ્રાભિષેક 

મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને રુદ્રાભિષેક કર્યો 

મહાશિવરાત્રીના દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરક્ષાનગરી સ્થિત તેમના નિવાસસ્થાને રૂદ્રાભિષેક કર્યો હતો. આ દરમિયાન તેમણે દેવાધિદેવ ભગવાન શિવને પ્રાથના કરી હતી. ટ્વીટ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રુદ્રાભિષેક કરીને તેમણે મહાદેવને સમગ્ર વિશ્વના કલ્યાણ, મોક્ષ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી છે. યોગી આદિત્યનાથે સવારે નિવાસસ્થાન છોડ્યા બાદ તેઓ સૌથી પહેલા બાબા ગોરખનાથના દરબારમાં પહોંચ્યા અને વિધિ-વિધાનથી બાબાની પૂજા કરી હતી. ત્યારબાદ તેમના ગુરુ બ્રહ્મલિન મહંત અવેદ્યનાથની સમાધિ સ્થાને જઈને તેમના આશીર્વાદ લીધા હતા.

મુખ્યમંત્રીએ ગૌશાળામાં ગાયો સમય પસાર કર્યો 

યોગી આદિત્યનાથે હંમેશની જેમ તેમણે મંદિર પરિસરનું ભ્રમણ કર્યું અને વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ત્યારબાદ ગૌશાળામાં ગાયો સાથે અડધો કલાક જેટલો સમય વિતાવ્યા પછી, તેમણે તેમના પાળેલા કૂતરા ગુલ્લુને બિસ્કિટ ખવડાવ્યા અને તેને સ્નેહ આપ્યો હતો.

યોગી આદિત્યનાથે લોકકલ્યાણ માટે રૂદ્રાભિષેક કર્યો

જે બાદ મુખ્યમંત્રી રૂદ્રાભિષેક માટે તેમના નિવાસસ્થાનના શક્તિપીઠ પર પહોંચ્યા, જ્યાં આચાર્યગણ પહેલેથી જ ત્યાં તૈયારી કરીને બેઠા હતા.જન દરબારમાં જવાને બદલે તેઓ સીધા ઉપરના માળે ગયા અને હોલ પાસે સ્થાપિત શક્તિપીઠ પર લોકકલ્યાણ માટે રૂદ્રાભિષેક કર્યો. મુખ્યમંત્રીએ દુર્ગા શક્તિપીઠ પાસે લોકકલ્યાણ અર્થે રૂદ્રાભિષેક કર્યો હતો.

અરવિંદ ત્રિપાઠી અને આચાર્ય રામાનુજની આગેવાની હેઠળ મંત્રોચ્ચાર કરાયા 

અરવિંદ ત્રિપાઠી અને આચાર્ય રામાનુજની આગેવાની હેઠળ મંદિરના 11 આચાર્યો મંત્રોચ્ચાર કરવા બેઠા હતા.જ્યાં મંત્રોચ્ચાર વચ્ચે રુદ્રાભિષેકનો પ્રારંભ કરાયો હતો. રુદ્રાભિષેક માટે દૂધ, કેરીનો રસ, શેરડીનો રસ અને અન્ય અનેક ફળોના રસ વગેરે રાખવામાં આવ્યા હતા. રુદ્રાભિષેક સવારે 7 થી 9 સુધી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવન કરવામાં આવ્યો હતો.