મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનાં પોજેક્ટ અંગે CM એકનાથ શિંદેનો અધિકારીઓને નિર્દેશ

  • vatannivat
  • 31-08-2022 07:10 AM

- 30 સપ્ટેમ્બર સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પૂર્ણ કરો : CM શિંદેની અધિકારીઓને સૂચના

- મોદી સરકારે દેશની આર્થિક રાજધાની અને ગુજરાતના કોમર્શિયલ હબ વચ્ચેની મહત્વની કડી ગણાવી

મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશના પ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર કામ ચાલુ 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અધિકારીઓને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કોઈપણ ભોગે 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપી દીધો છે. તેમણે કહ્યું હતું કે અધિકારીઓએ આ એક મહિનામાં જમીન સંપાદન માટે વળતરની રકમ પણ આપવી જોઈએ. નોંધનીય છે કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશના પ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર કામ ચાલી રહ્યું છે. મોદી સરકારે તેને દેશની આર્થિક રાજધાની અને ગુજરાતના કોમર્શિયલ હબ વચ્ચેની મહત્વની કડી ગણાવી છે. કરોડોના આ પ્રોજેક્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા જમીન સંપાદન પર ભાર મુકવામાં આવ્યો હતો. 

ઉદ્ધવ સરકારમાં પ્રોજેક્ટને અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારે આ પ્રોજેક્ટમાં અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વર્ષે જૂનમાં સરકાર બદલાયા બાદ સીએમ એકનાથ શિંદેએ વચન આપ્યું હતું કે તેઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરશે.

મહારાષ્ટ્ર જનસંપર્ક વિભાગ શું કહ્યું 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે માહિતી આપતા, મહારાષ્ટ્રના જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે, "સીએમ એકનાથ શિંદેએ તમામ અધિકારીઓને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વહેલી તકે જમીન સંપાદન પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથોસાથ અસરગ્રસ્ત પરિવારોને વળતરની રકમ ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.