CM ભૂપેન્દ્ર પટેલની વીજળી બચાવવા મોટી પહેલ

  • vatannivat
  • 09-02-2023 09:52 AM

- અજવાળામાં લાઇટ બંધ રાખીને કામ કરો: CM ભૂપેન્દ્ર પટેલ

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યાલયમાંથી વીજળી બચાવવાની પહેલ કરી 

બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલના મોટા નિર્ણયો 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા અનુકરણીય પહેલ કરી હતી. જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી CMની ઓફિસમાં લાઈટ ચાલુ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. CM ભૂપેન્દ્ર પટેલની આ અનુકરણીય પહેલથી વીજળીની બચત પણ થશે. આ સાથે જ તેમણે એન્ટી રૂમના વીજ ઉપકરણો પણ જાતે જ ચાલુ-બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સતત બીજી વખત મુખ્યમંત્રીની કમાન સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે.

કુદરતી પ્રકાશ આવતો હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવાનો નિર્દેશ

મુખ્યમંત્રી કાર્યાલયમાં વીજળીની બચત થાય તે માટે જ્યાં સુધી ઓફિસ અને કાર્યાલયમાં અજવાળું હોય એટલે કે કુદરતી પ્રકાશ આવતો હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે અન્ય મંત્રીઓને પણ અજવાળું હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવા સૂચન કર્યું છે. તેની સાથે વીજળીની બચત થાય તે હેતુથી CM  ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સૂચન કરવામાં આવ્યું છે.

આ નિર્ણયથી સરકારી તિજોરીનું આંશિક ભારણ ઓછું થશે અને વીજળીની પણ બચત થશે

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં સવારે ઓફિસો શરૂ થતાંની સાથે જ લાઇટ ચાલુ થઇ જતી હોય છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ અનોખી પહેલથી સરકારી તિજોરીનું આંશિક ભારણ ઓછું થશે અને વીજળીની પણ બચત થશે. એન્ટી રૂમમાં પણ AC સહિતના જે વીજ ઉપકરણો છે તે કોઇ બેઠા હોય કે ન હોય સતત ચાલુ રહેતા હોય છે. જેના કારણે વીજળીનો વ્યય થતો હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ પોતાના કાર્યાલયથી વીજળી બચાવવાની પહેલ શરુ કરી છે.