સુપ્રીમ કોર્ટમાં શિયાળુ વેકેશન અંગે CJIનો મોટો નિર્ણય, જાણો શું નિર્ણય કર્યો

  • vatannivat
  • 16-12-2022 09:21 AM

- સુપ્રીમમાં શિયાળુ વેકેશનમાં સુપ્રીમ કોર્ટની કોઈ બેન્ચ હાજર નહીં રહે

- 17 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી સુપ્રીમ કોર્ટમાં રજા : CJI ચંદ્રચૂડની મોટી જાહેરાત 

CJI DY ચંદ્રચુડે શુક્રવારે કરી જાહેરાત

સુપ્રીમ કોર્ટમાં શિયાળુ વેકેશન અંગે સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયધીશ(CJI) ચંદ્રચુડે મોટો નિર્ણય કર્યો હતો. CJI DY ચંદ્રચુડે શુક્રવારે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે આ વખતે સુપ્રીમ કોર્ટમાં શિયાળાના વેકેશન દરમિયાન તાકીદની બાબતોની સુનાવણી માટે કોઈ બેન્ચ હાજર રહેશે નહીં. 17 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી સુપ્રીમ કોર્ટમાં રજા રહેશે.

સુપ્રીમ કોર્ટ 2 જાન્યુઆરીએ ખુલશે

CJI ચંદ્રચૂડની આ જાહેરાત એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ ગુરુવારે જ રાજ્યસભામાં કહ્યું હતું કે લોકો માને છે કે કોર્ટની લાંબી રજાઓ ન્યાય શોધનારાઓના હિતમાં નથી. આજે સુનાવણી શરૂ થાય તે પહેલા CJI ચંદ્રચુડે તેમના કોર્ટરૂમમાં હાજર વકીલોને જણાવ્યું કે આવતીકાલથી 1 જાન્યુઆરી સુધી કોઈ બેંચ ઉપલબ્ધ રહેશે નહીં. આજે એટલે કે શુક્રવાર બે અઠવાડિયાના શિયાળાના વિરામ પહેલા સુપ્રીમ કોર્ટનો છેલ્લો કાર્યકારી દિવસ છે. સુપ્રીમ કોર્ટ 2 જાન્યુઆરીએ ફરી ખુલશે.

અગાઉ રજાના દિવસે ઈમરજન્સી કેસોની સુનાવણી થતી હતી

રજાઓનો મુદ્દો દેશની અદાલતોમાં અગાઉ પણ ઉઠ્યો હતો. કેન્દ્ર સાથે કોલેજિયમની નિમણૂક માટે પેન્ડિંગ ફાઈલોને લઈને કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેના ઝઘડા વચ્ચે આ મામલો નવા મુદ્દા સાથે આવ્યો છે. અગાઉ રજાના દિવસે પણ સુપ્રીમ કોર્ટથી લઈને જિલ્લા કોર્ટ સુધીના ઈમરજન્સી કેસોની સુનાવણી માટે એક-બે હોલિડે બેન્ચ હાજર રહેતી હતી.