ભાઈ ભાઈ! PM મોદી સાથે બેસીને અમદાવાદમાં મૅચ જોશે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, જાણો વિગત

  • vatannivat
  • 23-02-2023 06:12 AM

- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે 

- ભારતના PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ સાથે બેસીને આ ટેસ્ટ મેચ નીહાળવાનો આનંદ માણશે

બંને દેશના વડાપ્રધાન સાથે બેસીને આ ટેસ્ટ મેચ નિહાળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ફરી પાછા ગુજરાત પ્રવાસે આવશે. આ વખતે ભારત G 20 સમિટ-2023નું યજમાન બન્યુ છે. ભારત G 20 . ભાગરૂપે ગુજરાતમાં G 20 સમિટની મહત્વની 16 ઇવેન્ટ યોજવામાં આવી રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ ભારતની મુલાકાતે આવવાના છે. આવામાં બીજી તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સમયગાળ દરમિયાન જ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ શ્રેણીની ચોથી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે બંને દેશના વડાપ્રધાન સાથે બેસીને આ મેચ નિહાળશે.

શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાશે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે બેસીને આ ટેસ્ટ મેચ નીહાળવાનો આનંદ માણશે. આવુ  પહેલી વાર બનશે કે જ્યારે PM મોદી પોતાના નામના એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નીહાળશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ મેચના બંને દેશોના વડાપ્રધાનો સાક્ષી બનશે.