બોક્સ ઓફિસ રિપોર્ટઃ 'અવતાર 2'ની સામે રણવીર સિંહની ફિલ્મ 'સર્કસ' પણ ફીકી પડી.

  • vatannivat
  • 23-12-2022 10:42 AM

- 'અવતાર 2' અને 'દ્રશ્યમ 2' ફિલ્મો ને દર્શકો દ્વારા ઘણો પ્રેમ પણ મળી રહ્યો છે.

-  ફિલ્મ 'અવતાર 2' સામે રણવીર સિંહની ફિલ્મ 'સર્કસ' પણ ફીકી પડી  

જેમ્સ કેમરૃનની ફિલ્મો 'અવતાર 2' અને અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 2' આ સમયે તો સિનેમાઘરો માં ખુબજ ચાલી રહી છે.આ બંને ફિલ્મોને દર્શકોનો ઘણો પ્રેમ પણ મળી રહ્યો છે. પરંતુ 'દ્રશ્યમ 2 'ની સરખામણીમાં 'અવતાર 2' એ સારી કમાણી કરી રહીયુ છે,જોકે 'દ્રશ્યમ 2' તેના પાંચમા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે. સોમવારથી 'અવતાર 2' ની કમાણીમાં પણ થોડોઘણો ઘટાડો જોવા મળીયો છે. આ બંને સિવાય રણવીર સિંહની 'સર્કસ' આજે એટલે કે 23 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. 


અવતાર: પાણીનો માર્ગ

જેમ્સ કેમરોન દિગ્દર્શિત ફિલ્મ 'અવતાર 2' સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી રહી છે. પહેલા અઠવાડિયામાં જ ફિલ્મે 193.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. અવતારની વોટર-ડાઈવ વર્લ્ડ પ્રેક્ષકોને થિયેટરોમાં ખેંચવામાં સફળ થઈ છે. પરંતુ સોમવારથી ફિલ્મના કલેક્શનમાં સતત ઘટાડો જોવા મળિયો છે. આવી સ્થિતિમાં 'અવતાર 2'ની સાતમા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા પણ સામે આવી રહ્યા છે. 'અવતાર 2'ના 7 મા દિવસના કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે ગુરુવારેના દિવસે 13.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


' દ્રશ્યમ 2 ' 

અજય દેવગન, તબ્બુ અને અક્ષય ખન્ના જેવા જાણીતા કલાકારોથી સજેલી ફિલ્મ 'દ્રશ્યમ 2' બોક્સ ઓફિસ પર લાંબા સમય સુધી રાજ કરી રહીયુ હતું.  'અવતાર 2' રિલીઝ થતા, અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત ફિલ્મના કલેક્શનનો ગ્રાફ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ફિલ્મ હવે ધીમી ગતિએ કલેક્શન કરી રહીયુ છે. જો કે હવે આ ફિલ્મ ને પાંચ અઠવાડિયા થઈ ગયા છે, તો પણ તેને દર્શકો તરફથી સારો એવો પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન મળતી માહિતી મુજબ ફિલ્મ તેના 35મા દિવસના 70 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


સર્કસ

બોલિવૂડ એક્શન ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને ઈન્ડસ્ટ્રીના સૌથી એનર્જેટિક એક્ટર એવા રણવીર સિંહ ફિલ્મ 'સર્કસ' ના રૂપમાં બધાનું મનોરંજન પૂરું પાડવા  આવી રહ્યા છે. ફિલ્મ 'સર્કસ' કોમેડીથી ભરપૂર ફેમિલી એન્ટરટેઈનર મુવી છે, જેમાં રણવીર સિંહ સિવાય જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે જેવા ઘણા સ્ટાર્સ  છે. જ્યાં આ ફિલ્મ પહેલા 'અવતાર 2' સાથે ટક્કર આપસે તેવી અપેક્ષા હતી, તેવામાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોઈને સ્પષ્ટ થાય છે કે લોકોએ  'સર્કસ' ફિલ્મ પ્રત્યે એવો પ્રતિભાવ દેખાડ્યો નથી. 'સર્કસ' એ પહેલા દિવસે એડવાન્સ બુકિંગથી માત્ર 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે રણવીરની છેલ્લી બે ફિલ્મોના એડવાન્સ બુકિંગ કરતાં ઓછી છે.