કોચર દંપતીને બોમ્બે હાઈકોર્ટમાંથી ઝટકો, જાણો કોર્ટે શું નિર્ણય કર્યો

  • vatannivat
  • 29-12-2022 09:03 AM

- CBI ની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો પરંતુ, કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી

- કોચર દંપતી અને વેણુગોપાલ ધૂતને પોતાના ખર્ચે અમુક જરૂરિયાત સુવિધા મેળવી શકશે ;બોમ્બે હાઈકોર્ટે

બોમ્બે હાઈકોર્ટે છેતરપિંડી કેસના આરોપીની અરજી ફગાવી 

બોમ્બે હાઈકોર્ટે લોન છેતરપિંડી કેસમાં ધરપકડ કરાયેલ ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપકને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોચર દંપતી એ CBI ની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી અને વેકેશન પછી નિયમિત બેંચનો સંપર્ક કરવાનો આદેશ આપ્યો હતો. 

CBI કોની ધરપકડ કરી 

CBI એ સોમવારે આ કેસમાં વીડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરી હતી. કોચર દંપતી અને વેણુગોપાલ ધૂતને સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કોચર દંપતીના વકીલે દલીલ કરી હતી કે, સીબીઆઈએ તેમની ધરપકડ પહેલા કાયદા હેઠળ જરૂરી કોઈ મંજૂરી લીધી નથી. હાઈકોર્ટે તેમને પૂછપરછ પૂરી ન થાય ત્યાં સુધી દરરોજ એક કલાક માટે તેમના વકીલોની મદદ લેવાની છૂટ આપી હતી.

કોર્ટે શુ કહ્યું ?

કોર્ટે કહ્યું કે, જો જરૂર પડશે તો CBI વેણુગોપાલ ધૂતને ઈન્સ્યુલિન લેવામાં મદદ કરવા માટે એક અટેન્ડન્ટને પણ મંજૂરી આપશે.ચંદા કોચર અને તેના પતિ દીપકને અને વેણુગોપાલ ધૂતને પોતાના ખર્ચે ખુરશી, ખાસ પલંગ, ગાદલું, ઓશીકું, ટુવાલ, ધાબળો અને ચાદરનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણેયને ઘરનું ભોજન પણ મળી શકશે.