વિધાર્થીને માર મારવા અંગેનાં નીચલી કોર્ટના આદેશને બોમ્બે હાઇકોર્ટે બદલ્યો, જાણો શું કહ્યું

  • vatannivat
  • 03-02-2023 11:02 AM

- શાળામાં શિસ્ત જાળવવા માટે બાળકને ઠપકો આપવો કે યોગ્ય સજા આપવી તે ગુનો બનશે નહીં : બોમ્બે હાઇકોર્ટ

- નીચલી કોર્ટનાં નિર્ણયને ફેરવી હાઇકોર્ટે મહત્વની જોગવાઈ કરી

હાઇકોર્ટે શિક્ષકને એક દિવસની કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજાને ઉલટાવી 

શાળામાં વિધાર્થીને માર મારવા અંગે બોમ્બે હાઇકોર્ટે મહત્વનો નિર્ણય જારી કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પલટીને મહત્વની જોગવાઈ કરી હતી. હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે શાળામાં શિસ્ત જાળવવા માટે બાળકને ઠપકો આપવો કે યોગ્ય સજા આપવી તે ગુનો નથી. બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચે બે શાળાના બાળકોને કથિત રીતે લાકડી વડે માર મારવા બદલ પ્રાથમિક શાળાના શિક્ષકને એક દિવસની કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજાને ઉલટાવીને આદેશ આપ્યો હતો.

વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ કરવા તે જરૂરી

હાઈકોર્ટના સિંગલ જજ જસ્ટિસ ભરત દેશપાંડેની બેન્ચે ચુકાદો આપતા કહ્યું હતું કે પ્રાથમિક શાળામાં આ ઘટના એકદમ સામાન્ય છે. સિંગલ બેન્ચે અવલોકન કર્યું હતું કે વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ કરવા અને સારી આદતો કેળવવા માટે, શિક્ષક તે મુજબ કાર્ય કરવા માટે બંધાયેલા છે અને અમુક સમયે આ નિર્ણય થોડો કઠોર પણ છે.