ગુજરાતની ચૂંટણી પર બૉલીવુડ અભિનેતાની ટિપ્પણી, જાણો કોણે શું કહ્યું

  • vatannivat
  • 09-12-2022 12:53 PM

- ગુજરાતમાં કોંગ્રેસના સફાયા માટે આપનો આભાર: કમાલ ખાન

- ગુજરાત કોંગ્રેસને 182માંથી માત્ર 17 સીટ જ મળી છે

આમ આદમી પાર્ટીનાં કારણે કોંગ્રેસને નુકશાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભાજપે તમામ પક્ષોનો સફાયો કરી એકતરફી અને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જ્યારે ભાજપ વિશાળ માર્જિનથી ચૂંટણી જીત્યું છે. જ્યારે કોંગ્રેસની બેઠકો ગત વખતની સરખામણીમાં ઘણી ઓછી થઈ છે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ખાડો પાડ્યો છે અને તેના કારણે કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.

કમાલખાને ટ્વીટ કરી કરી ટિપ્પણી

બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ વિવેચક કમાલ આર ખાને ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ટ્‌‌વીટ પણ કર્યું છે. કમાલ આર ખાને ટ્વીટ કરતાં લખ્યું કે, 'ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો કરવા માટે આમ આદમી પાર્ટીનો આભાર. ગુજરાતમાં કેજરીવાલે એ જ કર્યું છે કે, હમ તો ડુબેંગે સનમ તુમકો ભી લે ડુબેગેં,.  આ રીતે કમાલ આર ખાને ગુજરાતમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવી છે.

ગુજરાતમાં કોને કેટલી સીટ મળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક ઐતિહાસિક જીત હાંસલ કરતા 182 માંથી 156 બેઠકો મેળવી છે. તો કોંગ્રેસે 17 બેઠકો પોતાના નામે કરી છે. જયારે આમ આદમી પાર્ટી 5 બેઠકમાં સમેટાઈ ગઈ હતી. ચૂંટણીમાં 3 બેઠક ઉપર અપક્ષ અને 1 બેઠક ઉપર સમાજવાદી પાર્ટી વિજેતા થઇ છે.