જાતિગત વસ્તીગણતરીના બિહાર સરકારના નિર્ણયને સુપ્રીમમાં પડકાર, જાણો સુપ્રીમે શું કહ્યું

  • vatannivat
  • 11-01-2023 06:38 AM

- સુપ્રીમ કોર્ટ આ મામલે તાત્કાલિક સુનાવણી માટે સંમત થઇ 

- બિહાર સરકારના નાયબ સચિવ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનને રદ કરવાની માંગ

13 જાન્યુઆરીએ સુનાવણી કરશે સુપ્રીમ

સુપ્રીમ કોર્ટ દ્વારા બિહારની નીતીશ કુમાર સરકાર દ્વારા રાજ્યમાં યોજાનારી જાતિગત વસ્તીગણતરી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ અરજીને સ્વીકારી લેવામાં આવી છે. કોર્ટે આ મામલામાં તાત્કાલિક સુનાવણી માટે પણ સંમતિ દર્શાવી છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 13 જાન્યુઆરીએ સુનાવણી કરશે.

નોટિફિકેશન ગેરકાયદેસર, મનસ્વી, અતાર્કિક અને ગેરબંધારણીય હોવાની અરજદારની રજુઆત

એડવોકેટ બરુણકુમાર સિન્હાએ પીઆઈએલમાં બિહાર સરકારના નાયબ સચિવ દ્વારા રાજ્યમાં જાતિગત વસ્તીગણતરી હાથ ધરવા અને અધિકારીઓને તેની સાથે આગળ વધવાથી રોકવા માટે જારી કરાયેલ નોટિફિકેશનને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 6 જૂન, 2022ના રોજ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન કરે છે, જે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાની સમાન સુરક્ષાની જોગવાઈ કરે છે. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે નોટિફિકેશન ગેરકાયદેસર, મનસ્વી, અતાર્કિક અને ગેરબંધારણીય છે.

અરજદારે અરજીમાં શું કહ્યું

નાલંદાના રહેવાસી અખિલેશ કુમારે તેમની અરજીમાં કહ્યું છે કે જો જાતિ આધારિત સર્વેનો ઉદ્દેશ્ય પીડિત જાતિઓને સમાવવાનો હોય તો દેશ અને જાતિ આધારિત ભેદ અતાર્કિક અને અયોગ્ય છે. આમાંના કોઈપણ તફાવત કાયદાના ઉલ્લેખિત હેતુ સાથે સુસંગત નથી.