બિગ બોસ 16: સ્ટેન વિજેતા બનતા થયો હંગામો, હાર્યા પછી પણ પ્રિયંકા બની વિજેતા

  • vatannivat
  • 13-02-2023 06:08 AM

રેપર એમસી સ્ટેને 'બિગ બોસ 16'ની ચમકદાર ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ગઈકાલે રાત્રે યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં સ્ટેનને ટ્રોફીની સાથે 31 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. જોકે પ્રિયંકા ચહર ચૌધરીના ચાહકોને સ્ટેનની જીત પસંદ આવી નથી, આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચેલો જોવા મળેલ છે. વાસ્તવમાં એવી વાતો ચાલી છે,કે શિવ ઠાકરે અને પ્રિયંકા વચ્ચે ટક્કર થશે. પરંતુ એવું ન થયું અને હવે શોના મેકર્સ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. તેવા સમયે, સમાચાર આવી રહ્યા છે, જેના કારણે પ્રિયંકાના ચાહકો ખૂબ જ ખુશી નો માહોલ  સર્જાશે.


પ્રિયંકા ચહર ચૌધરી ભલે ટ્રોફી પોતાના નામે ન કરી હોય,પરંતુ શૉની બહાર આવતાની સાથે જ તેનું નસીબ ચમકી ગયું છે. એક તરફ, સલમાન ખાને આ શોમાં કહ્યું કે તેમના મત મુજબ  પ્રિયંકા વિજેતા છે, તો તેના ચાહકો નું  આવું જ માનવું છે. હવે પ્રિયંકા બહાર આવી છે અને તેને ઘણા સારા સમાચાર મળેલ છે. પ્રિયંકાએ શો દરમિયાન જ માય ગ્લેમની બ્યુટી કોમ્પિટિશન જીતી હતી. તેની શરતો મુજબ, તેને 25 લાખ રૂપિયા અને માય ગ્લેમ એડમાં શ્રદ્ધા કપૂર સાથે કામ કરવાની તક મળી છે.


મળતી માહિતી મુજબ પ્રિયંકા ચહર ચૌધરીને શાહરૂખ ખાનની ફિલ્મ ડાંકીમાં પણ કામ કરવાની તક મળેલ છે. આ સાથે જ સલમાન ખાને પણ શો દરમિયાન તેની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવામાં આ કહેવું ખોટું નથી કે પ્રિયંકા 'બિગ બોસ 16' ની ટ્રોફી ગુમાવ્યા પછી પણ જીતી ગઈ છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે પ્રિયંકાનો બીજા ઘણા પ્રોજેક્ટ્સ માટે સંપર્ક કરવામાં આવેલ છે. 


એક તરફ પ્રિયંકા ફિનાલે રેસમાંથી ખુશીથી બહાર આવી, તો બીજી તરફ ચાહકોને સ્ટેનને ટ્રોફી મળી એ પસંદ ના આવી. સોશિયલ મીડિયા પર બિગ બોસના નિર્માતાઓની આકરી ટીકા થઈ રહી છે. ચાહકો પૂછી રહ્યા છે,કે શું વિજેતાનું નામ પહેલેથી જ નક્કી હતું ? શું મેકર્સ શરૂઆતથી જ એમસી સ્ટેનને ટ્રોફી આપવા માંગતા હતા ? જો નહીં તો શા માટે થયું ? કેટલાક લોકો નિર્માતાઓને પક્ષપાતી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે સ્ટેન ને કંઈપણ કર્યા વગર ટ્રોફી આપવી ખોટું છે. એક યુઝરે લખ્યું કે, 'શેમ ઓન યુ બિગ બોસ, મતલબ કંઈ ન કરો અને ટ્રોફી લો વાહ ભાઈ.'