ભારતમાં લોકડાઉન અંગે નિષ્ણાંતો નું મોટું નિવેદન, જાણો શું કહ્યું

  • vatannivat
  • 27-12-2022 05:32 AM

- ભારત આવનારા પ્રવાસીઓમાં કોરોના વાઈરસની તપાસ કરવા માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે

- ભારત માં લોકડાઉનની કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી : નિષ્ણાંતો

ભારતે બીએફ.7 વેરિઅન્ટથી ડરવાની જરૂર નથી 

કોરોના વાઈરસે ફરી એક વખત આખી દુનિયામાં ભારે ધરખમ મચાવી દીધી છે. ચીન, જાપાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR  ટેસ્ટ ફરજિયાત કરીયો છે. જોકે, ભારતે બીએફ.7 વેરિઅન્ટથી ડરવાની, કે લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી. પરંતુ લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોના પાલન કડક બનાવાની તકેદારી રાખવી જોઈએ, તેવું નિષ્ણાતોએ કહ્યું હતું.


પ્રવાસીઓ ને  RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી ભારત આવનારા પ્રવાસીઓમાં કોરોના વાઈરસની તપાસ કરવા માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. આ દેશોમાંથી આવતા પ્રવાસીઓમાં કોરોના વાઈરસના સંક્રમણના લક્ષણો જણાશે, અને જો તેમના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને સીધા જ ક્વોરન્ટાઈન કરાશે. આ દેશોમાંથી આવતા પ્રવાસીઓએ એક ફોર્મ ભરીને પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે માહિતી પણ આપવી પડશે.ભારતમાં બે દિવસમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે.


દેશ માં કોરોના અંગે નિરીક્ષણ અને સાવધાની મજબૂત કરવી જોઈએ

ચીનમાં કોરોના વાઈરસે ભારે વિનાશ વેર્યો છે ત્યારે ભારતમાં પણ લોકડાઉન અંગે લોકોમાં ચિંતા થવા લાગી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પર પ્રતિબંધ મૂકવા અથવા લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ નિરીક્ષણ અને સાવધાની મજબૂત કરવી જોઈએ. એઈમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં કોરોનાના ગંભીર કેસ વધવા અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાઓ નથી, કારણ કે ભારતીયોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથના અધ્યક્ષ ડૉ. એન. કે. અરોરાએ કહ્યું કે ભારતમાં લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.