સ્મૃતિ ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા શાહરૂખ-મૌની સહિતના મોટા સ્ટાર્સ, જુઓ તસવીરો

  • vatannivat
  • 18-02-2023 05:14 AM

કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાનીની મોટી પુત્રી શેનલ ઈરાની તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. શેનલ ઈરાનીએ અર્જુન ભલ્લા સાથે લગ્ન કરેલ છે.  તેમની રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જેમાં મૌની રોય તેમજ સિનેમાં જગતની તમામ હસ્તીઓએ ભાગ લીધો હતો. મૌનીએ શેનેલ અને અર્જુનને ખાસ રીતે અભિનંદન આપ્યા તેમજ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રિસેપ્શનની તસવીરો શેર  પણ કરી છે. 


મૌની રોયે શેર કરેલ તસવીરોમાં મૌની, તેના પતિ સૂરજ નામ્બિયાર, શાહરૂખ ખાન, સ્મૃતિ ઈરાની, તેનો પુત્ર શાનીલ અને જમાઈ અર્જુન વગેરે જોવા મળે છે. જેમાં મૌની રોયે સાડી પહેરી અને સ્મૃતિ ઈરાની લાલ સાડીમાં જોવા મળી રહી છે. તેમજ શેનલ બ્લુ કલરની સાડીમાં જોવા મળે છે. મૌનીએ તસવીરો શેર કરતી વખતે સુંદર કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું છે કે, 'શેનલ અને અર્જુન તમને બંનેને અભિનંદન! જીવનની સુંદર સફર માટે તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે સ્મૃતિ ઈરાનીને ટેગ કરીને લખ્યું, 'લવ યુ દી'.


શેનલ ઈરાનીએ 9 ફેબ્રુઆરીએ અર્જુન ભલ્લા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન રાજસ્થાનના નાગૌરમાં 500 વર્ષ જૂના ઐતિહાસિક ખિંવસર કિલ્લામાં થયા હતા. આ સમારોહ માટે સમગ્ર ખિંવસર કિલ્લાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો.


તમને જણાવી દઈએ કે મૌની રોય અને સ્મૃતિ ઈરાની વચ્ચે ખાસ બંધન શેર કરે છે. મૌનીરોય ઘણીવાર સોશિયલ મીડિયા પર સ્મૃતિ ઈરાની સાથે તસવીરો શેર કરતી જોવા મળે છે. બંનેએ ટીવી શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં સાથે કામ પણ કરેલ છે.