સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન ને લઈને મોટા સમાચાર

  • vatannivat
  • 01-01-2023 05:29 AM

2022 નું વર્ષ ભલે બોલિવૂડ માટે ફિલ્મોની દ્રષ્ટિએ સામાન્ય રહ્યું હોય પરંતુ અંગત જીવનમાં તેઓની માટે ઘણી ખુશીઓ મળી છે. કેટલીક સેલિબ્રિટીના ઘરે કિકિયારી ગુંજી છે, તો કેટલીક સેલિબ્રિટીના ઘરે ત્યાં શરણાઈઓ વાગી છે. જો,કે વર્ષ 2023 માં પણ આવા જ સમાચાર સાંભળવા મળશે. તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે સારા સમાચાર આખરે આવી ગયા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તારીખો નકકી થઈ ગઈ. 


સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને લઈને ઘણી અફવાઓ સામે આવી હતી. એટલું જ નહીં, કેટલાકે તેમના સમારોહનું ગેસ્ટ લિસ્ટ પણ કહી દીધું હતું. પરંતુ બાદમાં દંપતીએ આ વિશે સ્પષ્ટતા કરી, કે આવું કંઈ નથી થઈ રહ્યું, જ્યારે પણ થશે ત્યારે બધાને જણાવવામાં આવશે. મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ અને કિયારા 6 ફેબ્રુઆરી 2023 ના રોજ લગ્ન કરશે. 4અને 5 ફેબ્રુઆરીના રોજ પ્રિ વેડિંગ ફંક્શન્સ યોજાવામાં આવશે. જેમાં પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મહેમાનો પણ હાજરી આપશે. મહેંદી, હલ્દી થી લઈને સંગીત સુધી સમગ્ર ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. 


મળતી માહિતીમૂજબ લગ્ન સ્થળ પણ નક્કી થઈ ગયેલ છે,જે અનુસાર લગ્ન રાજસ્થાનના જેસલમેર પેલેસ હોટલમાં થશે અને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત પણે ગોઢવમાં આવશે. જો, કે આ સમાચાર પર હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. હાલમાં બંને નવા વર્ષની ઉજવણી માટે દુબઈ ગયા છે. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ તેની તસવીર શેર કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના સંબંધોની શરૂઆત ફિલ્મ ’શેર શાહ’ના સેટ ઉપર થઈ હતી. આ ફિલ્મમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી હતી, પરંતુ રિયલ લાઈફમાં પણ બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગે છે.