સુરેન્દ્રનગર જીલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપની ભવ્ય તિરંગા યાત્રા

  • vatannivat
  • 12-08-2022 05:17 PM

- મુખ્યમંત્રીએ દૂધરેજથી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું 

- લખતરખાતે ભાજપની તિરંગા યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત

જીલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન 

ભારત દેશની આઝાદીને ૭૫ વર્ષ થતાં સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જુદા જુદા કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા ની વિશેષ ઉપસ્થિતિમાં જીલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે યાત્રા લખતર, પાટડી થઇ ધ્રાંગધ્રાખાતે સમાપ્ત થશે. આ યાત્રાને તા.૧૨-૮-૨૨ના રોજ દુધરેજખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે યાત્રા તા.૧૨-૮-૨૨ ના રોજ લખતર તાલુકામાંથી પસાર થઈ હતી. જેમાં સૌપ્રથમ લખતર તાલુકાના વણા ગામે પહોંચી હતી. જ્યાં વણા ગામનાં સરપંચ ધ્રુવરાજસિંહ રાણા સહિતના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

લખતર APMC માં યાત્રાનું ભવ્ય સ્વાગત

 

બાદમાં તિરંગા યાત્રા લખતર શહેરમાં પ્રવેશી હતી. જ્યાં આથમણા દરવાજાથી લખતરમાં પ્રવેશ કરી મેઈન બજારમાં ફરી હતી. જ્યાં વેપારી એસોસિએશન ના પ્રમુખ અશોકભાઈ દોશી સહિતનાં વેપારીઓએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. તો ઉગમણા દરવાજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તિરંગા યાત્રા લખતર સ્ટેટ હાઇવે ઉપર થઈ લખતર APMC એ પહોંચી હતી. જ્યાં APMC ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા તથા કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં જીલ્લા ભાજપ મહામંત્રી જયેશ પટેલ સહિતના જીલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. બાદમાં યાત્રા તાલુકાનાં સદાદ, મોઢવાણા થઈ પાટડી જવા રવાના થઈ હતી. જુઓ યાત્રા તસવીરોમાં...

1. લખતર મેઈન બજારમાં તિરંગા યાત્રાની તસ્વીર 


2. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આઈ.કે.જાડેજા તિરંગા યાત્રામાં એકસાથે 


3. નાની બાળકી દ્વારા લખતરમાં યાત્રાનું સ્વાગત


4. તિરંગા યાત્રામાં વિશાળ જનમેદની ની તસ્વીર