ગુજરાતમાં ભાજપ સામે ઉમેદવારી કરનારા પક્ષનાં ૭ હોદ્દેદારોને ભાજપે સસ્પેન્ડ કર્યા

  • vatannivat
  • 21-11-2022 07:46 AM

- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

- ચૂંટણીમાં અપક્ષ કે અન્ય દાવેદારી નોંધાવતા પહેલા આ તમામ હોદ્દેદારોમાંથી કોઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યું નહોતું

ભાજપનાં નારાજ કાર્યકરોએ અપક્ષ તેમજ અન્ય પક્ષમાંથી દાવેદારી નોંધાવી હતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામ જ્યારે જાહેર કરવામાં આવ્યા ત્યારે કેટલાક દાવેદારી કરનારા ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના સ્થાને ભાજપે અન્ય ઉમેદવારોને ટિકિટ આપતા નારાજગી જાેવા મળી હતી. આ નારાજ કાર્યકરોમાં કેટલાક નેતાઓ હતા, કેટલાક જિલ્લા મોરચાના પ્રમુખ પણ હતા. આ તમામ નારાજ કાર્યકરોએ અપક્ષ તેમજ અન્ય પક્ષમાંથી દાવેદારી નોંધાવી હતી. અન્ય પક્ષ કે અપક્ષમાંથી દાવેદારી નોંધાવતા પહેલા આ તમામમાંથી કોઈએ ભાજપમાંથી રાજીનામું નહોતુ આપ્યુ. તેવા સાત લોકોને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કોને કોને કરાયા સસ્પેન્ડ 

સસ્પેન્ડ કરવામાં આવેલા સાત હોદ્દેદારો અંગે જાણીએ તો તેમાં નર્મદા જિલ્લાના નાંદોદ બેઠક પરથી હર્ષદ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો જુનાગઢ જિલ્લાના કેશોદ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લાડાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધ્રાંગધ્રાથી છત્રસિંહ અને પાલડીથી કેતન પટેલને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્યથી ભરત ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામને ભાજપમાંથી રાજીનામું આપ્યા સિવાય જ અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવાને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.