ભાજપ નેતાએ કરી અજીત ડોભાલને પદ પરથી હટાવાની માંગ

  • vatannivat
  • 16-02-2023 07:42 AM

- ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ NSA અજીત ડોભાલને પદ પરથી હટાવાની માંગ કરી 

- અજીત ડોભાલને પદથી હટાવો, નહીંતર પ્રધાનમંત્રીને પણ હટવું પડશે : સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામીના અજિત ડોભાલ ઉપર ગંભીર આરોપ

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા NSA અજીત ડોભાલને પદ પરથી હટાવાની માંગ કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ ડોભાલને NSA પદ પરથી હટાવવા જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્‌વટ કરતા લખ્યું કે, તેમણે પેગાસસ ટેલીફોન ટેપીંગ જેવી ગરબડ કેટલીય વાર કરી છે. સ્વામીએ વધુમાં કહ્યું હતું કે, જો આવું નહીં થાય તો 2023ની વચ્ચે પીએમ મોદીને પણ પદ છોડવું પડશે.

અદાણી, બજેટ મુદ્દે સ્વામીએ શું કહ્યું

હાલમાં જ અદાણી ગ્રુપ પર આવેલ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ઉઠેલા વિવાદ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરી દેવું જોઈએ. શું કોંગ્રેસે અદાણી સાથે કોઈ ડીલ જ નથી કરી. આ સવાલના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, હું તેમાંથી કેટલાય લોકોને જાણુ છું, જેને અદાણી સાથે ખૂબ સારા સંબંધો છે. પણ મને કોંગ્રેસની ચિંતા નથી. હું ઈચ્છું છું કે, ભાજપની પવિત્રતા બની રહે. સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપના નાણાકીય કરાર સંબંધિત એક રિપોર્ટ સામે આવ્યા બાદ તેના શેરમાં ઘટાડાની વચ્ચે વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે અને સંસદમાં પણ વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ મુદ્દા પર હોબાળો કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ વર્ષના બજેટ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમાં ઉદ્દેશ્યો અને રણનીતિઓની કમી છે. ત્યારે આવા સમયે રક્ષાક્ષેત્ર માટે ઓછુ બજેટ ફાળવવામાં આવ્યું છે. જ્યારે સરહદના મુદ્દે ચીનનું વલણ આક્રમક છે.