ભાજપ નેતા રવિશંકર પ્રસાદના બિહારના મુખ્યમંત્રી પર આકરા પ્રહારો

  • vatannivat
  • 21-02-2023 07:33 AM

- કોંગ્રેસ હવે વિલંબ ન કરે અને ભાજપ વિરૂધ્ધની તમામ પાર્ટીઓને એક કરો : નીતીશ કુમાર 

- નીતીશ કુમાર બિહારને તો સંભાળી શકતા નથી, તેમનું રાજય હવે સંકટમાં: રવિશંકર પ્રસાદ 

લોકસભાની ચુંટણીમાં ભાજપને 100થી પણ ઓછી બેઠકો પર સમેટી દઈશું

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના નિવેદન પર ભાજપ નેતા રવિશંકર પ્રસાદે તે અંગે પ્રતિક્રિયા આપી છે. જેમાં નીતીશકુમારે કોંગ્રેસને કહ્યું હતું કે જો તમે સાથ આપો, તો વિરોધ પક્ષ એક થઈ આજી વખતે લોકસભાની ચુંટણીમાં ભાજપને 100થી પણ ઓછી બેઠકો પર સમેટી દઈશું. આ નિવેદન અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને થઈ શું ગયું છે. તે બિહારને તો સંભાળી શકતા નથી, તેમનું રાજય સંકટમાં છે. તેમની પાર્ટીમાં કોહરામ મચી ગયો છે છતાં પણ તે પોતાની પાર્ટીને સંભાળી રહ્યાં નથી. કોંગ્રેસ તેમને કોઈજ પ્રત્યુત્તર આપી રહી નથી, છતાં તેઓ કોંગ્રેસને સમજાવી રહ્યાં છે.

ભારત વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આગળ વધ્યું 

નીતીશકુમાર પ્રયાસ કરી રહ્યા છે, કે તમામ વિરોધ પક્ષ એક સાથે આવીને અને ભાજપને હરાવી દે. નીતીશકુમારે પટણામાં લેફટના એક કાર્યક્રમમાં કોંગ્રેસને અપીલ કરી હતી કે, કોંગ્રેસ હવે વિલંબ ન કરે અને ભાજપ વિરૂધ્ધની તમામ પાર્ટીઓને એક કરીને નક્કી કરો કે કયાં કોણ લડશે. નીતીશકુમાર એ જોઇ રહ્યાં નથી કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સતત આગળ વધી રહ્યું છે. એક બાજુ કોંગ્રેસ છે, કે જે તેમને ભાવ આપી રહ્યું નથી અને બીજુ તરફ હવે લાલુજીના ચકકરમાં ફસાઇ ગયા છે.