ભાજપ અધ્યક્ષ નડ્ડાનાં બિહાર સરકાર ઉપર પ્રહારો, જાણો શું કહ્યું

  • vatannivat
  • 05-01-2023 11:22 AM

- બિહારમાં જંગલ રાજની વાપસી થઇ ગઇ છે : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા

- નીતીશકુમારે બિહારની જનતાને દગો આપ્યો છે : જેપી નડ્ડા

નીતીશે બિહારની જનતાની સાથે છેંતરપીડી કરી છે : ભાજપ અધ્યક્ષ 

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ વૈશાલીના પેરૂ હાઇસ્કુલમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. જેમાં નડ્ડાએ નીતીશ સરકાર પર ભારે પ્રહારો કર્યા છે. નડ્ડાએ કહ્યું કે બિહારમાં જંગલ રાજની વાપસી થઇ ગઇ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુરી રીતે ચરમાઇ ગઇ છે. તેમણે નીતીશકુમાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે નીતીશકુમારે બિહારની જનતાને દગો આપ્યો છે. જનાદેશનું અપમાન કર્યું છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે નીતીશજીએ જે પણ નિર્ણય કર્યો છે તે તેમને મુબારક. તે જાણે છે કે તેમણે આમ કેમ કર્યું  તેમણે બિહારની જનતાના જનાદેશનો અનાદાર કર્યો છે અપમાન કર્યું છે અને તેમણે બિહારની જનતાની સાથે છેંતરપીડી કરી છે.

મોદી સરકારે ૧૨ કરોડ બહેનોને ઘર આપ્યા 

જેપી નડ્ડાએ સંબોધનમાં કેન્દ્રમાં મોદી સરકારની ઉપલબ્ધીઓનો પણ ઉલ્લેખ કર્યો અને વિરોધ પક્ષો પર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી રહ્યાં હતાં કે દેશના વડાપ્રધાન લાલ કિલ્લાથી શૌચાલયની વાત કરી રહ્યાં છે. કોંગ્રેસી એટલા માટે મજાક ઉડાવી રહ્યાં હતાં કારણ કે તેમણે ગરીબી જોઇ નથી આજે ૧૨ કરોડ બેનોને ઘર નરેન્દ્ર મોદીએ આપ્યા  છે.