બુંદેલખંડને અલગ રાજય બનાવવાની ભાજપ સાંસદે કરી માંગ

  • vatannivat
  • 15-02-2023 08:03 AM

- ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશથી જોડાયેલ બુંદેલખંડના જીલ્લાને અલગ કરી નવું બુંદેલખંડ રાજય બનાવવાની માંગ

- ભાજપ સાંસદે બુંદેલખંડમાં ચાલી રહેલી વિકાસ યોજનાની કરી પ્રશંસા 

ભાજપ સાંસદ કુંવર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલે બુંદેલખંડને અલગ રાજ્ય બનાવની સરકારને કરી માંગ 

લોકસભામાં ઝીરો અવર દરમિયાન ભાજપ સાંસદ ચંદેલે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશથી એમ બંન્ને રાજયોથી જોડાયેલ બુંદેલખંડના હિસ્સાને અલગ કરી બુંદેલખંડ રાજયની રચનાની માંગ કરી હતી, આ દરમ્યાન તેઓએ કહ્યું કે બુંદેલખંડ એક વિશેષ પ્રકારનો વિસ્તાર છે જેની પોતાની એક અલગ સંસ્કૃતિ છે. તેમણે અલગ રાજયની માંગને દોહરાવતા વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈચ્છા મુજબ આ વિસ્તારના વિકાસ માટે બુંદેલખંડને અલગ રાજય બનાવવું જોઇએ, જેથી તે વિસ્તારમાં ઓર્ગેનિક ખેતી,રોજગાર,પર્યટન સંસ્કૃતિ અને ધાર્મિક ક્ષેત્રોને વધુ પ્રોત્સાહન મળે.

ભાજપ સાંસદ કેન્દ્ર અને પ્રદેશ સરકારના આભારી

ભાજપ સાંસદે બુંદેલખંડમાં ચલાવવામાં આવી રહેલ વિકાસ યોજનાઓને લઇ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના કામની પ્રશંસા કરતા કહ્યું કે બુંદેલખંડમાં ડિફેંસ કોરિડોર બની રહ્યો છે, એકસપ્રેસ વે બન્યો છે અને રિવર લિકિંગ પરિયોજના પર કામ થઇ રહ્યું છે તેમજ સિંચાઇ અને પીવાના પાણીની   પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે આ અંગે કહ્યું કે, આકાંક્ષી વિસ્તારમાં સામેલ થવાને કારણે સરકારની યોજનાઓનો વધુ લાભ બુંદેલખંડને મળી રહ્યો છે, તેના માટે તે કેન્દ્ર અને પ્રદેશ સરકારના આભારી છે. પરંતુ આ સાથે જ તેમણે તમામ સમસ્યાઓ અને માંગોનો ઉલ્લેખ કરતા એક નવું રાજય બુંદેલખંડ બનાવવાની માંગ  કરી હતી