આયુષ્માન ખુરાનાએ તેની આગામી ફિલ્મનું ટીઝર શેર કર્યું

  • vatannivat
  • 16-02-2023 09:58 AM

આયુષ્માન ખુરાનાએ સોશિયલ મીડિયા પર તેની આગામી કોમેડી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 નું એક ફની ટીઝર શેર કર્યું. ટીઝર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી. ટીઝરમાં પૂજા અન્ય કોઈ નહીં પણ પઠાણના શાહરૂખ ખાન સાથે ફ્લર્ટ કરતી દેખાઈ રહી છે. પઠાણ તેને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા આપવા માટે બોલાવે છે, ત્યારે પૂજા ટીઝરમાં બેકલેસ ચોલી અને ઘાઘરામાં જોવા મળે છે. 


પૂજા અને પઠાણ મળ્યા પછી શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનની ચર્ચા કરે છે. પઠાણ કહે છે, “મારી ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે,” અને પૂજાને પૂછે છે કે તેની ફિલ્મ ક્યારે આવી રહી છે. ત્યારે પૂજા ડ્રીમ ગર્લ 2ની રિલીઝ ડેટ જણાવતા 7 જુલાઈ કહે છે. આ પહેલીવાર નથી, જ્યારે આયુષ્માને શાહરૂખ ખાનને ખાસ મહત્વ આપ્યું હોય. તાજેતરના ટ્‌વીટમાં અભિનેતાએ જાહેર કર્યું કે તે એક પ્રાઉડ SRKIAN છે. તેની છેલ્લી રિલીઝ, એક્શન હીરો હતી, ફિલ્મને પ્રમોટ કરતી વખતે આયુષ્માને શાહરૂખના મુંબઈ ઘર મન્નતની યાત્રા પણ કરી હતી. 

આયુષ્માને તેની ફિલ્મનું ટીઝર શેર કર્યું 

ડ્રીમ ગર્લ 2માં આયુષ્માન ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તેની બ્લોકબસ્ટર 2019ની ફિલ્મની સિક્વલ છે, જેમાં તેણે એક એવા યુવાનની ભૂમિકા ભજવી હતી જે સ્ત્રીના અવાજનો ઉપયોગ કરીને પુરુષોને હોટલાઇન સેવા પૂરી પાડે છે. તેની કો-સ્ટાર અનન્યા પાંડેએ ટીઝર શેર કર્યું અને તેણે પોસ્ટમાં લખ્યું, “મેં સાઈન કરતી વખતે વિચાર્યું કે ફિલ્મમા એક હીરોઈન હતી પણ બધા આ પૂજા ડ્રીમગર્લને જ કેમ કોલ કરે છે?


આયુષ્માન બોક્સ ઓફિસ પર રફ પેચમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે તેની તાજેતરની ફિલ્મો - ચંદીગઢ કરે આશિકી, અનેક, ડૉક્ટર જી અને એક એક્શન હીરો - તમામ એવરેજ પ્રદર્શન કરી ગઈ હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ તબક્કાએ તેના આત્મવિશ્વાસને કોઈપણ રીતે હલાવી દીધો છે, તો આયુષ્માને આ વિષે જણાવ્યું કે,“મને લાગે છે કે હું હજી તેવો છું. જો હું જોખમ લેવાનું બંધ કરીશ, તો હું પરંપરાગત બનીશ. હું હંમેશા બિનપરંપરાગત રહ્યો છું અને હું એવા જ સિલેક્શન કરું છું અને ભવિષ્યમાં પણ કરતો રહીશ, સફળતા કે નિષ્ફળતાને ધ્યાનમાં લીધા વગર હું આગળ વધતો રહીશ. મારી ફિલ્મો મોટાભાગે ઓછા-થી-મધ્યમ બજેટની હોય છે, તેથી કોઈ પૈસા ગુમાવાનો ડર રહેતો નથી અને હું જોખમ ઉઠાવી શકું છું." એકતા કપૂર દ્વારા નિર્મિત, ડ્રીમ ગર્લ 2 માં પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની, વિજય રાઝ, અન્નુ કપૂર, સીમા પાહવા, મનોજ જોશી, અભિષેક બેનર્જી અને મનજોત સિંહ પણ જોવા મળશે.