બિહારમાં દારૂબંધીને લઈને પૂર્વ મંત્રીના સરકાર ઉપર પ્રહારો, જાણો શું કહ્યું

  • vatannivat
  • 07-12-2022 10:16 AM

- નીતિશે દારૂબંધીની જિદ છોડી દેવી જોઈએ : આરસીપી સિંહ

- દારૂબંધીને કારણે બિહારમાં ગુનામાં ઘટાડો થયો છે : સરકારનો દાવો

દારૂબંધીને કારણે રેવન્યુ અને પ્રવાસન પર અસર 

બિહારમાં પૂર્વ મંત્રી આરસીપી સિંહે દારૂબંધીને લઈને બિહાર સરકાર ઉપર પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યું કે બિહારના મુખ્યમંત્રીએ દારૂબંધી ખતમ કરવી જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે નશાબંધીને કારણે રેવન્યુને ઘણું નુકસાન થઈ રહ્યું છે તો બિહારના પ્રવાસન પર પણ અસર પડી રહી છે. પરંતુ નીતિશ કુમાર પોતાની જીદ પર અડગ છે. પ્રતિબંધના કારણે જે લોકો વારાણસી અને ઝારખંડથી બિહાર આવી રહ્યા છે તેઓ નાઈટ હોલ્ટ કરતા નથી. તે તેના રાજ્યમાં પાછા ફરે છે.

બિહારમાં અનેક પક્ષોએ નશાબંધી ઉપર સવાલો ઉઠાવ્યા 

બિહારના પૂર્વમંત્રી આરસીપી સિંહ ઉપરાંત બિહાર સરકારનો હિસ્સો છે તેવા કોંગ્રેસ અને HAMએ પણ પ્રતિબંધને લઈને સવાલો ઉઠાવ્યા છે. HAMના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીએ દારૂબંધીને લઈને અનેક વખત માંગ ઉઠાવી છે. માંઝીની સાથે JDU સંસદીય બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પણ બિહારમાં દારૂબંધીને નિષ્ફળ ગણાવી છે. 

બિહારમાં દરરોજ મોટી માત્રામાં દારૂ પકડાઈ રહ્યો છે: વિપક્ષ 

દારૂબંધી અંગે સરકારે દાવો કર્યો હતો કે બિહારમાં દારૂબંધીને કારણે ગુનામાં ઘટાડો થયો છે.દારૂના કારણે ઘણી લડાઈ થતી હતી, તેમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે. દારૂબંધીના કારણે બિહારની મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવી રહી છે અને મહિલાઓ સામેની ઘરેલું હિંસા પણ ઘટી છે. બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે બિહારમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે તો કેવી રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દરરોજ મોટી માત્રામાં દારૂ પકડાઈ રહ્યો છે.