દુષ્કર્મ કેસમાં આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે ફટકારી સજા, જાણો શું સજા કરી

  • vatannivat
  • 31-01-2023 12:37 PM

- ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી

- આસારામને આઈપીસીની કલમ 376, 377, 342, 354, 357 અને 506 હેઠળ દોષિત ઠેરવ્યા

આસારામ હાલમાં જોધપુર જેલમાં બંધ

આસારામ બાપુ સામે દુષ્કર્મના કેસમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટે સોમવારે સુનાવણી પૂર્ણ કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે આજે કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કરતા આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે  અગાઉ કોર્ટમાં સરકારી વકીલે પોતાની દલીલોમાં આરોપી આસારામ બાપુને આજીવન કેદની સજાની માંગ કરી હતી. તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપી રીઢો ગુનેગાર છે અને તેના પર ભારે દંડ પણ થવો જોઈએ. નોંધનીય છે કે આસારામ બાપુ હાલમાં જોધપુર જેલમાં બંધ છે, જ્યાં તેઓ એક સગીર બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.

2013ના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા

ગાંધીનગરની સેશન્સ કોર્ટે 2013માં એક મહિલા પર બળાત્કારના કેસમાં આસારામ બાપુને દોષિત ઠેરવ્યા હતા. આસારામ બાપુએ અમદાવાદના મોટેરા સ્થિત આશ્રમમાં 2001 થી 2006 દરમિયાન શિષ્યા પર ઘણી વખત બળાત્કાર કર્યો હતો.

ફરિયાદીએ શું માંગ કરી હતી

ફરિયાદી કોડેકરે કહ્યું હતું કે આસારામ દ્વારા કરવામાં આવેલા ગુનામાં આજીવન કેદ અથવા 10 વર્ષની સજાની જોગવાઈ છે, પરંતુ અમે માગણી કરી હતી કે આસારામ આવા જ અન્ય એક કેસમાં જેલની સજા કાપી રહ્યા છે અને તે રીઢો ગુનેગાર છે. આવી સ્થિતિમાં ફરિયાદીએ આસારામને કડક સજાની માંગ કરી હતી અને ભારે દંડ પણ ફટકારવાની પણ માંગ કરી હતી.