અરવિંદ કેજરીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો સમગ્ર મામલો

  • vatannivat
  • 31-01-2023 05:54 AM

- દિલ્હીના મુખ્યમંત્રીને ફોન પર મળી ધમકી

- પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો

આરોપી દિલ્હીના મુંડકા વિસ્તારનો રહેવાસી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગોળી મારી દેવાની ધમકી મળતા સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ બાબતે તુરંત પગલાં લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આરોપી દિલ્હીના મુંડકા વિસ્તારનો રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આરોપીએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફોન પર ધમકી આપી હતી, જેના કારણે આરોપીને શોધી શકાયો હતો.

આરોપી માનસિક રીતે બીમાર : પ્રાથમિક તપાસ 

પોલીસે આરોપીને શોધીને કસ્ટડીમાં લીધો છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માનસિક રીતે બીમાર છે અને તેની સારવાર ચાલી રહી છે. તેણે શા માટે ધમકી આપી તે અંગે પોલીસ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે. મળતી વિગતો અનુસાર, આરોપી દિલ્હી ગેટ સ્થિત આઇ સેન્ટરમાં નર્સિંગ ઓર્ડરલી તરીકે કામ કરે છે. મનોચિકિત્સક દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હાલ કોઈ નક્કર માહિતી સામે આવી નથી.