અમૃતસરથી લંડનની સીધી ફ્લાઈટ શરૂ, એર ઇન્ડિયા ફ્લાઇટ શરૂ કરશે

  • vatannivat
  • 16-01-2023 08:43 AM

- અમૃતસરના મુસાફરોએ લંડન પહોંચવા માટે પહેલા દિલ્હી જવું પડતું હતું

- એર ઈન્ડિયા અમૃતસરથી લંડન અને બર્મિંગહામ માટે સીધી ફ્લાઈટ શરૂ કરશે 

પંજાબના લોકોને ફાયદો થશે 

એર ઈન્ડિયાએ પંજાબવાસીઓ માટે મોટી જાહેરાત કરી હતી. એર ઇન્ડિયાએ અમૃતસરથી લંડન અને બર્મિંગહામ માટે વધારાની સીધી ફ્લાઈટ શરૂ કરી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ રવિવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. નોંધનીય છે કે મુસાફરોએ લંડન પહોંચવા માટે પહેલા દિલ્હી જવું પડતું હતું અને પછી ત્યાંથી લંડનની ફ્લાઈટ લેવી પડતી હતી. એર ઈન્ડિયાનાં આ નિર્ણયથી પંજાબના લોકોને ફાયદો થશે.

રાઘવ ચડ્ડાએ શું કહ્યું 

રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ કહ્યું કે, ગયા વર્ષે 19 ડિસેમ્બરે તેમણે સંસદના શિયાળુ સત્રમાં પણ આની માંગણી કરી હતી. અગાઉ ઓગસ્ટ 2022માં પણ તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાઘવ ચઢ્ઢાએ લોકસભામાં કહ્યું હતું કે પંજાબમાં બે ઈન્ટરનેશનલ એરપોર્ટ છે પરંતુ તે નામના એરપોર્ટ છે.