અમદાવાદઃ નવા વાહનોની સંખ્યાને નિયંત્રિત થશે

  • vatannivat
  • 27-02-2024 03:48 PM

અમદાવાદ જેમ જેમ શહેરીકરણ થઈ રહ્યું છે  તેમ ટ્રાફિક જામની સમસ્યા પણ વધી રહી છે. અમદાવાદમાં જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે તે ધ્યાન માં રાખતા નવા વાહનોની સંખ્યા પર અંકુશ મૂકવો ખૂબ જ જરૂરી છે. ભવિષ્યના અમદાવાદને સુધારવા માટે વહીવટીતંત્રે આ માટે આયોજન કરશે. રોડ સેફ્ટી એક્સપર્ટ અમિત ખત્રીએ ભવિષ્યનું અમદાવાદ બનાવવા માટે વાત કહી હતી.

સુરત શહેર અને અમદાવાદમાં પણ નાના-મોટા ઓવરબ્રિજ બનાવવા પડશે જેથી સામાન્ય લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત થાય. અમદાવાદના રસ્તાઓ પરના પથરાણા બજાર, શાકમાર્કેટ વગેરેને દૂર કરવાની યોજના બનાવવી જોઈએ. આવા ધંધાર્થીઓને રસ્તાના કિનારેથી દૂર કરી તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. વડોદરામાં રાત્રી બજારો શરૂ કરવા પડશે. વધુને વધુ લોકોને મેટ્રો અને બીઆરટીએસ જેવા સાર્વજનિક વાહનોમાં મુસાફરી કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. આ માટે સામાન્ય લોકોને તેમના ઘરની નજીક વાહન સુવિધા મળી રહે તે માટે ફીડર સિસ્ટમ વિકસાવવી જોઈએ.

ઘણા રસ્તાઓ પર જ્યાં ટ્રાફિક જામ હોય છે ત્યાં સવાર-સાંજ પિક-અપનો સમય વન-વે કરવો જોઈએ તેથી ટ્રાફિક જામ ન થાય. તમામ રસ્તાઓ પર સીસીટીવી હોવા જોઈએ. રસ્તાના વળાંક પર સુવિધા વધારવી જોઈએ. ઓટોરિક્ષાઓનું વ્યવસ્થિત સંચાલન કરવું પડશે. પ્રશાસને ઓટોરિક્ષાઓને યોગ્ય રીતે પાર્ક કરવાની વ્યવસ્થા કરવી પડશે.