અદાણી હિંડનબર્ગ કેસ: સુપ્રીમ કોર્ટે ફોર્બ્સના રિપોર્ટને રેકોર્ડ પર લેવાનો કર્યો ઈનકાર

  • vatannivat
  • 22-02-2023 06:15 AM

- ભારતીય રોકાણકારોના રક્ષણ માટે નિયમનકારી પગલાંની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવાનો આદેશ 

- અમે કોર્ટની દેખરેખ હેઠળ SIT અથવા CBI તપાસની માંગ કરી રહ્યા છીએ: પ્રશાંત ભૂષણ

- SEBI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામ અને સત્તા અંગે ન્યાયાધીશોને સૂચનો રજૂ કર્યા

 જયા ઠાકુરના વકીલે બેંચને ફોર્બ્સના અહેવાલને રેકોર્ડ પર લેવાની વિનંતી કરી 

સુપ્રીમ કોર્ટએ અદાણી હિંડનબર્ગ કેસમાં સતત ઝડપી નિર્ણય લઈ રહી છે. ફોર્બ્સના રિપોર્ટને સુપ્રીમ કોર્ટે રેકોર્ડ પર લેવાનો ઇનકાર કર્યો હતો. સોમવારે એક અરજદાર વતી આ સંદર્ભમાં વિનંતી કરવામાં આવી હતી, જેને CJIએ ફગાવી દીઘી હતી. તમને જણાવીએ તો, આ અરજી કોંગ્રેસ નેતા જયા ઠાકુરે દાખલ કરી હતી. 17 ફેબ્રુઆરીના રોજ, ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે ભારતીય રોકાણકારોના રક્ષણ માટે નિયમનકારી પગલાંની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવાનો આદેશ અનામત રાખવામાં આવ્યો હતો. એડવોકેટ વરુણ ઠાકુરે, અરજદારોમાંના એક ડો. જયા ઠાકુરના વકીલ, બેંચને ફોર્બ્સના અહેવાલને રેકોર્ડ પર લેવાની વિનંતી કરી, એવું કહીને તે પછીથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેના પર CJIએ કહ્યું કે અમે તેને રેકોર્ડ પર લઈ શકીએ નહીં.

આની અસર બજાર પર થવી જોઇએ નહિ

17 ફેબ્રુઆરીએ અદાણી-હિંડનબર્ગ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. SEBI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામ અને સત્તા અંગે ન્યાયાધીશોને સૂચનો વગેરે રજૂ કર્યા હતા. સોલિસિટરે જણાવ્યું કે અમે એવું ઇચ્છીએ છીએ કે સત્ય બહાર આવે. પરંતુ તેની અસર બજાર પર થવી જોઇએ નહિ. જેમાં પૂર્વ જજને મોનિટરિંગની જવાબદારી સોંપવા અંગે કોર્ટ નિર્ણય લઈ શકે છે.

કંપનીઓ તેમના શેરની કિંમત ઊંચી બતાવીને લોન લેતા હોય છે

જેના પર CJIએ જણાવ્યું કે, તમારા દ્વારા જે નામ આપવામાં આવ્યા છે, તે અન્ય પક્ષને નહીં આપવામાં આવે તો પારદર્શિતાનો અભાવ જોવા મળશે. અમે અમારી તરફથી એક સમિતિ બનાવીશું. અમે ઓર્ડર અનામત રાખીએ છીએ. આ સુનાવણી દરમિયાન એડવોકેટ વિશાલ તિવારીએ કહ્યું કે, કંપનીઓ તેમના શેરની ઊંચી કિંમત બતાવીને લોન લઈ લે છે, આવું પણ તપાસમાં આવવુ જોઈએ. સાથે જ એડવોકેટ એમએલ શર્માએ કહ્યું કે, શોર્ટ સેલિંગની તપાસ થવી જોઈએ. તેથી CJIએ કહ્યું કે, તમે અરજી દાખલ કરી છે, તો જણાવો કે શોર્ટ સેલર શું કરે છે.

અદાણી કંપનીના 75% થી વધુ શેર પ્રમોટરો અથવા તેમના સહયોગીઓ પાસે છે

મળતી માહિતી મુજબ, અદાણી હિંડનબર્ગ કેસમાં, એમએલ શર્માએ કહ્યું કે “તેમનું કામ ડિલિવરી વિના શેર વેચવાનું અને મીડિયા દ્વારા ભ્રમ ફેલાવવાનું છે.” જેના પર જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે, તેનો અર્થ શોર્ટ સેલર્સ મીડિયાના લોકો છે. શર્માએ વળતા જવાબમાં કહ્યું કે ના, આ એવા લોકો હોય છે જે બજારને પ્રભાવિત કરીને નફો કમાય લે છે. પ્રશાંત ભૂષણે કહ્યું કે,અમે કોર્ટની દેખરેખ હેઠળ SIT અથવા CBI તપાસ કરવાની માંગ કરી રહ્યા છીએ. CJIએ કહ્યું તેનો અર્થ એ છે કે, તમે સ્વીકાર કરો છો કે કંઈક ખોટું થયું છે. ભૂષણે વધુમાં કહ્યું કે, અદાણી કંપનીઓના 75% થી વધુ શેર પ્રમોટરો અથવા તેમના સહયોગીઓ પાસે છે. વળતા જવાબમાં CJIએ કહ્યું કે, તમે તમારા સૂચનો આપો.