ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમીક રાઉન્ડ ટેબલ કોનફરન્સ યોજાઈ

  • vatannivat
  • 17-02-2023 10:28 AM

ગુજરાત યુનિવર્સિટી, યુનિસેફ અને ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ અમદાવાદ  દ્વારા સંયુક્ત રીતે ગુજરાત યુનિવર્સિટી ખાતે 16મી ફેબ્રુઆરીના રોજ  બિહેવોરિયલ ઈનસાઈટ અને પબ્લિક પોલિસી માટે ટ્રાન્સડીસિપ્લીનરી લર્નિંગ અને રિસર્ચ ઇકોસિસ્ટમના નિર્માણ પર એકેડેમિક રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રો. હિમાંશુ પંડ્યાની ઉપસ્થિતિમાં કોમ્યુનિકેશન, જર્નાલિઝમ અને પબ્લિક રિલેશનના અધ્યક્ષ પ્રો. ડો. સોનલ પંડ્યા સાથે બિહેવિયરલ ઇન્સાઇટ્સ ટીમના મેનેજિંગ ડિરેક્ટર ડો. રોરી ગેલેઘર, કોમર્સ , લો, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ અને મેનેજમેન્ટ વિભાગના વડા અને પ્રોફેસરોએ ભાગ લીધેલ હતો. સોશિયલ બિહેવિયર ચેન્જ એક્સપર્ટ શ્રી વિજય શંકર કંથને કોવીડ સમયે ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ઓફ એકસિલેન્સ વિભાગની બાળકો માટેની કામગીરી અંગે વાત કરી હતી.


પ્રો. હિમાંશુ પંડ્યાએ મુખ્ય વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, સામાજિક બદલાવ લાવવા માટે કેવી રીતે સામાજિક વર્તણૂક પરિવર્તનની પહેલ મહત્ત્વપૂર્ણ છે તેના વિષે ભાર મૂક્યો હતો. તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. રોરી ગેલઘર તેમની વાતચીતમાં કોવિડના સમયમાં વિશ્વને જે વર્તણૂકલક્ષી પડકારોનો સામનો કરવો પડ્યો હતો તથા તેઓ અને તેમની ટીમ રાજ્યમાં બિહેવોરિયલ ચેન્જ સંબંધિત પ્રોજેક્ટ શરૂ કરવા આતુર છે તે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન કોમ્યુનિકેશન, જર્નાલિઝમ અને પબ્લિક રિલેશન વિભાગના વડા પ્રો. ડૉ. સોનલ પંડ્યા અને આસિસ્ટન્ટ પ્રોફેસરો ડૉ. ભૂમિકા બારોટ અને ડૉ. કોમલ શાહે કરેલ હતું.