અમદાવાદ નિકોલ કેસમાં હાર્દિક પટેલની ગેરહાજરી

  • vatannivat
  • 09-02-2023 07:37 AM

વારંવાર મુદત પડતાં અન્ય પાટીદાર આગેવાનોમાં રોષ

હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા મુદ્દત પડી

હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે માથાકૂટ કેસમાં ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે ટકોર કરી છે. માથાકૂટને લઇ ચાલતા કેસમાં હાજર ન રહેતા તેમને મુદ્દત પડી હતી. ગ્રામ્ય કોર્ટ દ્વારા હાર્દિક પટેલને સમન્સ પાઠવાયુ હતુ. કોર્ટે કહ્યું હતું કે, અમે મેડિકલ પુરાવા નહીં પણ હાર્દિક પટેલને હાજર રાખવા સમન્સ ઇશ્યુ કર્યું છે અને સમન્સ પાઠવ્યું છતાં હાર્દિક ગેરહાજર રહ્યો હતો એ નવાઈની વાત છે. હાર્દિક પટેલ ગેરહાજર રહેતા અન્ય પાટીદાર આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર મુદ્દતથી પરેશાન થતા પાટીદાર આગેવાનોમાં રોષ  જોવા મળ્યો હતો. કોર્ટમાં પાટીદાર આગેવાનોએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો.

હાર્દિક પટેલ ગેરહાજર રહેતા ગીતા પટેલનું નિવેદન

પાટીદાર આગેવાન અને આ કેસના આરોપી ગીતા પટેલે જણાવ્યું કે, સરકાર ચૂંટણી વખતે જાહેરાત કરે છે અમે બધા કેસ પરત લઈ લઈશું પરંતું અમે હજી પણ કોર્ટમાં આવીએ છીએ અને ટૂંકી મુદ્દત પાંચ અને આઠ દિવસની મુદ્દતે અમે આવી છીએ અને હેરાન થઈ રહ્યાં છીએ તેમજ આજે બીજા બધા હાજર હતા ફક્ત હાર્દિક પટેલ ગેરહાજર હતા.

બચાવપક્ષના વકીલનું નિવેદન

બચાવપક્ષના વકીલ અરવિંદ વાણિયાએ જણાવ્યું કેઆ કેસમાં ચાર્જફ્રેમ કરવાની હતી. તેમણે કહ્યું કે, આ કેસમાં વધુ સુનાવણી આગામી ૨૨ તારીખ અપાઈ છે તેમજ ચાર્જફ્રેમની પ્રક્રિયા પણ ૨૨ તારીખે જ થશે.

ગેરહાજર રહેવા પાછળ હાર્દિક પટેલનું કારણ

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી શકે છે, પાટીદાર આંદોલન સમયેના નિકોલ કેસમાં કોર્ટે સમન્સ પાઠવ્યું હતું અને ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઇશ્યુ કર્યુ હતું. તેમજ ૮ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું છતાં હાર્દિક પટેલ હાજર રહ્યાં નથી. અને કોર્ટમાં ગેરહાજર પાછળનું કારણે મેડિકલ બતાવ્યું છે.

હાર્દિક પટેલ વિરૃદ્ધ 100થી વધુ ચાર્જશીટ દાખલ કરાઈ

ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ થઇ હતી, ૧૦૦થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરાઇ હતી. કેસમાં ૧૦થી વધુ સાક્ષીઓની જુબાની પણ લેવાઇ હતી. હાર્દિક પટેલની નિકોલમાં આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા અટકાયત કરાઇ હતી. હાર્દિક પટેલ સહિત ૯ લોકોની અટકાયત બાદ ગુનો પણ નોંધાયો હતો. ૨૫ ઓગસ્ટ ૨૦૧૮ પોલીસ સાથે ગેરવર્તનની ફરિયાદ નોંધાઇ હતી. ગીતા પટેલ કિરણ પટેલ સહિતના લોકો સામે ગુનો નોંધાયેલો છે.