આમ આદમી પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઓની કરી શરૂઆત

  • vatannivat
  • 13-12-2022 12:09 PM

- ૧૮ ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની નેશનલ કાઉન્સિલની બેઠક

- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૩ ટકા મત મેળવ્યા

AAP ની બેઠકમાં લોકસભા ચૂંટણીની ચર્ચા થશે 

દિલ્હી મહાનગર પાલિકા ચૂંટણી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૫ સીટો જીતનારી આમ આદમી પાર્ટી હવે વર્ષ ૨૦૨૪માં યોજાનાર લોકસભાની તૈયારીમાં લાગી ગઈ છે. તેને ધ્યાનમાં રાખી પાર્ટીએ રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠક ૧૮ ડિસેમ્બરે યોજાશે. રાષ્ટ્રીય પરિષદની આ બેઠકમાં આમ આદમી પાર્ટીના દેશભરના જનપ્રતિનિધિઓ સહિત ઘણા રાજ્યોના નેતા સામેલ થશે. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪માં યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આમ આદમી પાર્ટીની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવશે. 

રાષ્ટ્રીય પાર્ટીઓની શ્રેણીમાં સામેલ થશે AAP 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લગભગ ૧૩ ટકા મત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીઓની શ્રેણીમાં સામેલ થવાની છે. પાર્ટી માટે આ સિદ્ધિ ખાસ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ૫ સીટ જીતવા માટે ખુબ મહેનત કરવી પડી હતી. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત અનેક નેતાઓએ અહીં મહિનાઓ સુધી પ્રચાર કર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. અહીં પાર્ટીએ કોંગ્રેસની વોટબેંકમાં દરાર પાડી અને જે વોટ શેર જૂની પાર્ટીનો હતો તેને પોતાના ખાતામાં કનવર્ટ કર્યો અને પાંચ સીટ પણ જીતી છે.