ભારતીય નૌસેનામાં ઐતિહાસિક ક્ષણ, પ્રથમવાર મહિલાઓ બનશે સ્પેશિયલ ફોર્સમાં કમાન્ડો

  • vatannivat
  • 13-12-2022 11:23 AM

- વિશિષ્ટ સૈનિકોને કઠોર પ્રશિક્ષણમાંથી પસાર થવું પડ્યું

- કોઈને સીધા સ્પેશિયલ ફોર્સની કમિટિમાં સામેલ કરવામાં આવશે નહીં

પહેલીવાર ત્રણેય રક્ષા સેવાઓમાં કમાન્ડો તરીકે મહિલાને સેવા આપવાની મંજૂરી

ભારતીય નૌસેનાએ પોતાની સ્પેશિયલ ફોર્સમાં મહિલાઓની ભરતી કરવાનો ઐતિહાસિક ર્નિણય લીધો છે. જેનાથી ત્રણેય રક્ષા સેવાઓમાં પહેલી વાર કમાન્ડો તરીકે મહિલાને સેવા આપવાની મંજૂરી મળી છે. વરિષ્ઠ અધિકારીઓએ રવિવારે તેની જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, થલ સેના, નૌસેના અને વાયુસેનાની સ્પેશિયલ ફોર્સમાં અમુક વિશિષ્ટ સૈનિકો સામેલ કરાયા હતા. જેને કઠોર પ્રશિક્ષણ માંથી પસાર થવું પડ્યું છે. અત્યાર સુધીમાં આવા ખતરામાંથી પુરુષો જ પસાર થતાં હતા, હવે મહિલાઓ પણ તેની ભાગીદાર બનશે.  

ભારતના સૈન્ય ઈતિહાસમાં આ એક વોટરશેડ છે.

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, નૌસેનામાં મહિલા હવે સમુદ્રી કમાંડો બની શકે છે. જાે તે પડકારોના માપદંડોને પુરા કરશે તો તેમને આ મોકો મળશે. હકીકતમાં ભારતના સૈન્ય ઈતિહાસમાં આ એક વોટરશેડ છે. પણ કોઈને સીધા સ્પેશિયલ ફોર્સની કમિટિમાં સામેલ કરવામાં આવશે નહીં. પહેલા લોકોએ તેના માટે સ્વયંસેવકો તરીકે કામ કરવાનું રહેશે.

અલગ અલગ પ્રકારના કામ માટે ટ્રેનિંગ  

અન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, સ્વેચ્છાથી માર્કોસ બનાવવાનો વિકલ્પ મહિલા અધિકારીઓ અને નાવિકો બંને માટે મળશે. જે આગામી વર્ષે અગ્નિવીર તરીકે સેવામાં સામેલ થશે. માર્કોસને અલગ અલગ પ્રકારના કામ માટે ટ્રેનિંગ આપવામાં આવશે અને તે જમીન, સમુદ્ર અને વાયૂ પર પણ કામ કરી શકશે.