ફિલ્મ ’ગદર 2’માં સની દેઓલની એક ઝલક જોઈ દર્શકોના રૂંવાટા ઉભા થઇ જશે, જાણો વધુ

  • vatannivat
  • 06-01-2023 09:20 AM

-  Zee સ્ટુડિયોએ નવા વર્ષ 2023 ની પોતાની તે ફિલ્મોનો એક લાઇનઅપ વીડિયો શેર કર્યો

-  આ વીડિયોમાં છેલ્લે 43 સેકેન્ડ પર ’ગદર 2’ એક ઝલક બતાવાયી 

-  ફિલ્મ ’ગદર : એક પ્રેમ કથા’ની 2001માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી

ફિલ્મ ’ગદર 2’માં સની દેઓલની એક ઝલક સામે આવી 

સ્ટાર સની દેઓલ અપકમિંગ ફિલ્મ ’ગદર 2’ 2023માં રિલિઝ થવા જઇ રહી છે. દર્શકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. આ વચ્ચે ફિલ્મમાંથી સની દેઓલની એક ઝલક સામે આવી ગઈ છે. જે સોશયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ક્લિપમાં સની દેઓલ એ  મહાભારતના અભિમન્યુની જેમ ગાડીનું ભારે ભરખમ પૈડુ ઉપાડીને દુશ્મનો સામે લડતાદેખાયો છે. હંમેશાથી બોલીવુડના સૌથી મોટા એક્શન સ્ટાર્સમાંથી એક સની દેઓલનો આવો અંદાજ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 


સૌથી વધુ સરપ્રાઇઝિંગ સની દેઓલ ની ’ગદર 2’ લુક જ રહ્યો

હકીકતમાં, Zee સ્ટુડિયોઝે નવા વર્ષ એટલે કે 2023 ની પોતાની તે ફિલ્મોનો એક લાઇનઅપ વીડિયો શેર કર્યો હતો, જે રિલિઝ થવા જઇ રહી છે. આ વીડિયોમાં સલમાન ખાન સ્ટારર ’કિસી કા ભાઇ કિસી કી જાન’ થી લઇને નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ’હડ્ડી’, મલ્ટી સ્ટાર ’બાપ’ અને સની દેઓલ સ્ટાર   ’ગદર 2’ સહિત ઘણી ફિલ્મોની ઝલક બતાવવામાં આવી છે. 50 સેકેન્ડના આ વીડિયોમાં સૌથી વધુ સરપ્રાઇઝિંગ સની દેઓલ ની ’ગદર 2’ લુક જ રહ્યો. જે સૌથી છેલ્લે 43 સેકેન્ડ પર જોવા મળી રહ્યો છે.  

ફિલ્મ ’ગદર 2' માં અમીષા પટેલ પણ ફિલ્મનો હિસ્સો હશે

જોકે ફિલ્મ ’ગદર : એક પ્રેમ કથા’ની 2001 માં રીલીઝ થય હતી. જે પછી 22 વર્ષ બાદ થિયેટર્સમાં આવસે. પહેલા પાર્ટની જેમ અનિલ શર્મા જ બીજો પાર્ટ પણ ડાયરેક્ટ કર્યો છે. જ્યારે અમીષા પટેલ આ વખતે પણ ફિલ્મનો હિસ્સો હશે. ’ગદર’માં સની દેઓલનો પાકિસ્તાનમાં હેડપંપ ઉખાડીને દુશ્મનો સામે લડવાનો સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જેના પર આજે પણ મીમ બને છે. તે 2001ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ઘરેલૂ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન આશરે 76.88 કરોડ રૂપિયા હતુ. આ ફિલ્મ મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તે જ સમયે, હવે આ ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે, જેને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે.