મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના પુત્ર વિરુદ્ધ ટિપ્પણી મામલે સાંસદ સંજય રાઉત સામે માનહાનિનો કેસ દાખલ

  • vatannivat
  • 24-02-2023 11:25 AM

- શ્રીકાંત શિંદેના સમર્થકોએ સંજય રાઉત વિરૃદ્ધ બીડ જિલ્લામાં કેસ નોંધયો 

- શ્રીકાંત શિંદેએ રાજ ઠાકુરને મને મારવા સુપારી આપી હતી: સંજય રાઉત 

સંજય રાઉતે શ્રીકાંત શીંદેથી જીવને ખતરો હોવાનો દાવો કર્યો 

શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતની મુસીબતો ઓછી થતી જણાતી નથી. થાણે શહેર બાદ હવે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધવામાં આવેલ છે. સંજય રાઉતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેથી પોતાના જીવને ખતરો હોવાનો દાવો કરેલ છે. શ્રીકાંત શિંદેના સમર્થકો અને શિવસેના બીડ જિલ્લા એકમના વડાએ આરોપોથી નારાજ થઇ  બીડ જિલ્લામાં સંજય રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આ ફરિયાદના આધારે, બીડ શહેર પોલીસે રાજ્યસભાના સભ્ય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 153(A), IPC  500, 501, 504 હેઠળ ઈરાદાપૂર્વક અપમાનની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શિવસેનાના નેતા સંજય રાઉત પાર માનહાનીનો કેસ દાખલ  

બુધવારે મોડી રાત્રે થાણે શહેરમાં શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. થાણેના પૂર્વ મેયર મીનાક્ષી શિંદેએ રાઉત સામેના કેસની તહરિર પોલીસને આપી હતી. જેના આધારે શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ થાણેના કપૂરબાવડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

સંજય રાઉતે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર પર લગાવ્યો આરોપ 

રાઉતે પોલીસ કમિશનરને પત્ર લખીને મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે આરોપમાં તેમને કહ્યું હતું કે લોકસભાના સભ્ય શ્રીકાંત શિંદેએ મને મારવા માટે થાણેના ગુનેગાર રાજા ઠાકુરને સુપારી આપી હતી. આ અંગે મેં પુષ્ટિ કરી છે. એક જવાબદાર નાગરિક તરીકે હું તમને આની જાણ કરું છું.