ગુજરાત રમખાણો સંબંધિત કેસ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

  • vatannivat
  • 30-08-2022 09:30 AM

- ગુજરાત રમખાણો સંબંધિત તમામ કેસ બંધ કરવાનો નિર્ણય 

-  2002માં ગુજરાતના ગોધરા શહેરમાં થયા હતા રમખાણો 

સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પેન્ડિંગ હતી

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 2002ના રમખાણો સંબંધિત કેસ મામલે આજે સુપ્રિમ કોર્ટે મોટો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો સંબંધિત તમામ કેસ બંધ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ અનેક અરજીઓ પેન્ડિંગ હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સમય વીતવા સાથે કેસ હવે નિરર્થક બની ગયા છે. ગુજરાતના નરોડા ગામમાં 9માંથી 8 કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે અને એક કેસમાં અંતિમ દલીલો ચાલી રહી છે.

શા માટે થયા હતા રમખાણો 

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરામાં બદમાશો દ્વારા એક ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. ટ્રેનની બોગીમાં સવાર 59 લોકો દાઝી ગયા હતા. જેમાં મોટા ભાગના અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકો હતા. આ ઘટના બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. 

કેન્દ્ર સરકાર દ્વારા એક કમિશનની નિમણૂક કરવામાં આવી હતી

આ મામલાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. તેઓનું માનવું હતું કે આ માત્ર એક અકસ્માત હતો. આ શોધથી ખળભળાટ મચી ગયો અને કમિશનને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું હતું. આ કેસમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ 71 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકો સામે આતંકવાદ વિરોધી વટહુકમ (POTA) બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ 25 માર્ચ 2002ના રોજ તમામ આરોપીઓ પાસેથી POTA પાછી ખેંચી લેવામાં આવી હતી.